STORYMIRROR

Shaurya Parmar

Classics Others Inspirational

4  

Shaurya Parmar

Classics Others Inspirational

ચિનગારી

ચિનગારી

1 min
27.9K


ક્યાક કોઈક ખૂણે જો ચોમાસું વરસે, 

તો સમજવું કોઈક ભર ચોમાસે તરસે, 

પછી એને પ્રાણ આપો કે પ્રાણવાયુ, 

ઋતુની હશે રાણી વસંત, તોય એ ખરશે,

ગયા ચોમાસે બધા રંગ ધોવાય ગયા, 

ભવમાં મેઘધનુષ્યની ભાત કોણ ભરશે?

ચોફેર આંસુઓથી ટાપુ બન્યું છે જીવન, 

ડૂબીને જશે જીવ, પછી એની યાદે ફરશે,

ભૂત કે પ્રેત કે સમજો ભટકતી આત્મા, 

એના દીદાર પછી જ, ચિનગારી ઠરશે,

ક્યાક કોઈક ખૂણે જો ચોમાસુ વરસે, 

તો સમજવુ કોઈક ભર ચોમાસે તરસે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics