STORYMIRROR

Hanif Sahil

Classics Inspirational Tragedy

4  

Hanif Sahil

Classics Inspirational Tragedy

મરણને જાળવજો

મરણને જાળવજો

1 min
27.3K


આદ્ર આ એક ક્ષણને જાળવજો,

એના ભીના સ્મરણને જાળવજો.

રાત વીતે ભલે અજંપામાં,

એના પ્રાત:સ્મરણને જાળવજો.

બંધ ના થાય શ્વાસની આ ગતિ,

આ હવાના હરણને જાળવજો.

ખૂંપી જાઓ ના વિચારોમાં ક્યહીં

એ અતીતના કળણને જાળવજો.

કોઈ ભટકે હજી તૃષા લઈને,

પત્થરોમાં ઝરણને જાળવજો.

સર્વ શંકા કુશંકા છોડીને,

એના સ્પષ્ટીકરણને જાળવજો.

આમ ઓઝલ રહો ને આમ સમક્ષ,

રેશમી આવરણને જાળવજો.

જે તમારી વ્યથા પ્રમાણે ‘હનીફ’,

એ સમજદાર જણને જાળવજો.

જેમ જીવ્યા છો ખુમારીમાં ‘હનીફ’,

એમ ઝળહળ મરણને જાળવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics