STORYMIRROR

Jadav Nareshkumar Motilal

Inspirational Classics

3  

Jadav Nareshkumar Motilal

Inspirational Classics

કોણ આવી...

કોણ આવી...

1 min
27.2K


કોણ રે આવી મારી,

ઊંઘની બારી ઉઘાડી ગયુંં?

ઊંઘ્યા'તા અંધારના ઓરડામાં શ્વાસ મારા,

કોણ રે આવી જગાડી ગયુંં?

કોણ રે આવી મારી...

ને સાવ રે, હુંય કોરો હતો રાતભર નીંદરમાં,

સ્મરણોય મારા સૂતા'તા.

ભર નીંંદરમાં.

કોણ રે આવી મારા સ્મરણોને પલાળી ગયું?

કોણ રે આવી મારી...

ક્લકલ કરતાં, મારા મન કેરા પંખીના

સાદ પુરાઈ ગયા હતા, ઘોર નીંદરમાં,

કોણ રે આવી સવાર સવારમાં.

મારા મન કેરા પંખીના સૂર રેલાવી ગયું?

કોણ રે આવે મારી...

રાતભર સૂતો રે મારા હૈયાં કેરો દરિયોને,

સૂતી રે મારા મન કેરી સરિતા રાતભર નીંદરમાં.

કોણ રે આવી મારા હૈયાં કેરા દરિયાને,

મારી મન કરી સરિતાને ખળભળાવી, ખળખળાવી ગયું?

કોણ રે આવે મારી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational