STORYMIRROR

Arun Gondhali

Inspirational

3  

Arun Gondhali

Inspirational

ચિરંતર

ચિરંતર

1 min
166

ચાંદનીની રોશની આપી શકું 

એટલી મારી ઓકાત નથી, 

દીવડાનો પ્રકાશ ચલાવી લેજે

ચાંદ એના સમયે રોશની દેશે

દીવડો તું કરે ત્યારે પ્રકાશિત થશે,


યાદગાર ઇમારત બનાવી શકું

એટલી મારી ઓકાત નથી, 

યાદમાં રાખીશ ચલાવી લેજે,

ધ્રૂજે ધરતી તો ઇમારત કેમે રહેશે

યાદ કરીશ તો બંદો હાજર હશે,


સુખ સાહેબી આપી શકું

એટલી મારી ઓકાત નથી, 

પ્રેમથી રાખીશ ચલાવી લેજે

સુખ પછી દુ:ખની ઘટમાળ છે

આત્મીય આનંદમાં સુખી રહેજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational