STORYMIRROR

Arun Gondhali

Abstract Romance Tragedy

4  

Arun Gondhali

Abstract Romance Tragedy

એવું ન બને ?

એવું ન બને ?

1 min
8

ભમરા પ્રેમમાં પડે છે એવું કોણે કહ્યું

કળીઓની પહેલ હશે એવું ન બને ?


પરવાના જ બળીને પ્રેમ જાહેર કરે

શમ્માની નજરે બાળી જિંદગી એવું ન બને ?


આંખો ટકરાઈ ને મહોબ્બત થઈ

બંને એક દૂજે કે લીએ હશે એવું ન બને ?


હતાં સાથે ને વિખરાઈ ગયાં બંને

જન્મ જન્મની લેણદેણ જૂની હશે એવું ન બને ?


ભલે ગમે તે હોય યુગલ જિંદગીમાં બન્યું

સમજણ બંનેએ રાખી હોત તો એવું ન બને.


પ્રશ્ન ચિન્હને સાક્ષી રાખી કડીઓમાં બન્યું ઘણું

પ્રશ્નો ' આગ ' ન કરીએ તો સાર્થક જિંદગી તણું.


  - અરૂણ ગોંધલી, ' આગ ' (૦૩.૦૬.૨૦૨૫)



Rate this content
Log in

Similar gujarati poem from Abstract