મેં શ્વાસ જોયાં
મેં શ્વાસ જોયાં
ખરી જિંદગી કેટલી
માં બાપના શ્વાસ જેટલી
ગયા તે દી'થી જિંદગી ખાલી
લટકતો ફોટો યાદ ખાલી
મારો રાજા કહેનાર વાણી
ખભા ઉપર મૂકેલ હાથ લ્હાણી
એનાં તોલે નહીં તાકાત કોની.
દોડીને જમાડનાર માતા અન્નપૂર્ણા રાણી
પસીનો લૂછી હરખાતી પાલવ માવલડી
વહાલનો દરિયો કોઈ દી' ના થાય ખાલી
પ્રસંગો, ઋણ હમેશ રાખજે ગાંઠે બાંધી
ખાલીપો લાગશે જિંદગી લાંબી ઘણી
જીવતાં કદર કરજે એ'હના લાગણીની
સમય આવે સમજ પાડશે ઘડી પ્રસંગોની.
- અરૂણ ગોંધલી, ' આગ '
