કોણ છે ?
કોણ છે ?
ઘોર અંધારે હજી અજવાસ જેવું કોણ છે ?
આ હૃદયના કોઈ ખૂણે ખાસ જેવું કોણ છે ?
જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું,
મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે.
મારી આજુબાજુ કેવળ કોણ પડછાયા રુપે ?
સાવ પડખે આમ એ આભાસ જેવું કોણ છે ?
આ અકથ સંવેદનાઓ શબ્દ રુપે હોય છે,
આમ એ ગઝલોમાં કહીએ પ્રાસ જેવું કોણ છે.
ક્યાંય દેખાતું નથી કેવળ અનુભૂતિ બને,
ફૂલમાં ફોરમ રુપે સુવાસ જેવું કોણ છે.