STORYMIRROR

Dipal Upadhyay

Inspirational

0  

Dipal Upadhyay

Inspirational

કાગળ ઉપર છે

કાગળ ઉપર છે

1 min
555


હવે જીંદગી દોસ્ત કાગળ ઉપર છે, 

ગ્રહોની થતી સર્વ અટકળ ઉપર છે. 

છે હમણાં તો મુસ્કાન મારાં અધર પર, 

પછી જોઈઅે કે શું? આગળ ઉપર છે. 

ધરાની ઉપર તો મેં જોયા છે વાદળ, 

હવે જોવું છે કે શું વાદળ ઉપર છે. 

બહુ શાંત છે આ સરોવર ભીતરથી, 

વમળ તોય કેવાં જુઓ જળ ઉપર છે. 

નીચે ફૂલ સુતાં છે આેઢીને ચાદર, 

અને મસ્ત મૌજેથી ઝાકળ ઉપર છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational