STORYMIRROR

Hasmukh Rawal

Inspirational Classics

4  

Hasmukh Rawal

Inspirational Classics

દુલારી દીકરી

દુલારી દીકરી

1 min
26.5K


દીકરી હર ઘર મહી શીતળ શા સાયા હોય છે,

કે ખુદ બ ખૂબ એ સાચેજ પરછાયા હોય છે!

જે ઘર મહી હસતી ને ખીલતી હોય દીકરીઓ,

વધારે ચારથી ત્યાં ચાંદ લગાવ્યા હોય છે!

શહેનશાહતમાં નથી ઔકાત કોઈની હજુ,

દીકરી તો લોક ને પરલોક દીપાવ્યા હોય છે!

ઇતિહાસ લઇ પૃષ્ઠો ફેરવી જોઈ લ્યો તો,

દીકરીએ ક્યાં કોઈના દિલ દુભવ્યા હોય છે?

જટીલમાં જટિલ વહેવારીક કે સાંસારિક હો,

ચપટી વગાડીને પ્રશ્નો પતાવ્યા હોય છે!

ગંગા ને યમુના ભરેછે ઘરમાં પાણી,

શીતળ પવન ને ચાંદ છુપાયા હોય છે!

શ્રી ગણેશ આવીને શું વધુ લખી શકે?

દીકરીતો જન્મથીજ જોગમાયા હોય છે!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational