Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Rawal

Others

4  

Hasmukh Rawal

Others

કબૂલાત

કબૂલાત

1 min
14.8K


ચમકી ને રડાવે છે અમોને આ સિતારા રાતભર

દુખતી રગો ડાબી રહ્યા યાદોના ઈશારા રાતભર !


મન અને મસ્તિષ્ક ની સામે નયન મીંચી શુ કરે ?

સહેજે સુવા દેતા નથી રૂબરૂ  નઝારા રાતભર !


ચલચિત્ર થઈને આંખ ની સામે ઉડે છે હરવક્ત,

ચીડવ્યા કરે છે એ સુના દરિયા કિનારા રાતભર !


આંખડી ઘેરાય ને પાંપણ બે ઝૂકી જાય તોપણ,

નીંદર ને ખેંચી જય છે મનના. બહાના રાતભર


આપણે આનંદ કીધોતો એકવેલા જ્યાં ઘણો,

પજવ્યા કરે છે ઝીલના ઝૂલતા શિકારા રાતભર !


કલ્પના કીધી નથી આવી સ્થિતિ ની કોઈ દિ'

યાદ આવે જાય છે દિલમહી ફસાના રાતભર !


સૂકી પંખુડી ગુલાબ ની ભૂતકાલેે દીધેલી તમે,

ચૂપચાપ લૂછી જાય છે આંશુ અમારા રાતભર !


Rate this content
Log in