હું બાપ છું
હું બાપ છું
હું બાપ છું ક્યારેક તો પૂછ
સપનાના રંગ કેવાં હોય છે,
થાકેલી આંખો લાલ કેમ હોય છે
ઊંઘના ખરા કલાક કેટલા હોય છે
ક્યારેક તો પૂછ મને.....
સપનાના રંગ કેવાં હોય છે
રંગ ચહેરાના રંગ પેટીમાં જોયા છે ?
મેળવશો કેટલાય રંગ તો પણ
આંખોની ખુમારી ચીતરી નહીં શકો
સતત દિલમાં છુપાયેલી મમતા હોય છે
ક્યારેક તો પૂછ મને...
સપનાના રંગ કેવાં હોય છે
ક્ષીણ થતાં શરીરને ફિકર ક્યાં છે
ખુમારી ભરેલ નસો તંગ હોય છે
વિચારોના વમળમાં રહે છે હંમેશ
જીગરના ટુકડાના હિત મોટા સપના છે
ક્યારેક તો પૂછ મને...
સપનાના રંગ કેવાં હોય છે.
ક્યારેક પત્ની બાળકો વખાણતા હશે
ક્યારેક કોઈ માલિકની શાબાશી હશે
સન્માન સમારંભ જોયા નથી ખુદના
સંતાન સાથે નામ જોડ્યાનો આનંદ મૃત્યુ સુધી હશે,
ક્યારેક તો પૂછ મને...
મારા સપનાના રંગ કેવાં હશે.
- અરૂણ ગોંધલી, ' આગ ', ૦૨.૦૬.૨૦૨૫
