મનડું
મનડું
મારે તને મનડું દઈ દેવુ છે
પ્રીત તું મનડે એક જગ્યા દે
દિલની આપલે હવે નથી કરવી
બંધ પડે એવા દિલની વાત જવા દે.
નાહક દિલ પર ડીલ કરી ભારે કરી છે
આજ સુધી ક્યારેય સાંભળ્યું છે
મનડું બંધ પડ્યું છે ?
મનમાં નથી રાખવા તો કોણે પડી છે
એને પણ ચોઇસ ઘણી કોણે રોકી છે.
દિલ કોઈના તૂટતાં નથી અકબંધ જ હોય છે
અહંકારની સાહેબી એને દૂર કરે છે
ખરેખર ઠેસ મનને લાગે છે
દિલને ધરી પ્રેમ પંખીડા સત્યથી ભાગે છે.
નબળાં દિલના માનવી શું પ્રીત કરશે ?
મનડું મજબૂત માણીગર એ શોધશે.
સમજતાં વાર લાગશે
તમે પણ દિલથી ક્યાં વાંચ્યું છે....
ખોટું લાગશે એ વિચારે લાઈક કર્યું છે.
- અરૂણ ગોંધલી, ' આગ ', (૦૩.૦૭.૨૦૨૫)

