Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૧

સરદારનું ગીત - ૧

1 min
330


વલ્લભજન્મ (ઈ,સ, ૧૮૭પ)

કરમસદ ગામે રે, આનંદ ઉજવાય રે;

નડિયાદ મુકામે રે, બાળક જન્મ થાય રે,

પિતા ઝવેરભાઈ છે, જેનો હર્ષ ન માય રે;

જનેતા લાડબાઈ છે, એ હૈયે હરખાય રે,


અઢારસો પંચોતેર, બાળની જન્મ સાલ રે;

દિ’ એકત્રીસ ઓક્ટો,નો, બધાં ખુશખુશાલ રે,

પ્રભુને યાદ રાખીને, રાખ્યું વલ્લભ નામ રે;

તેજ ઝળહળે જેનું, થ્યા પૃથ્વીએ મુકામ રે,


જીજીભાઈ-જેમના નાના, વરસાવે વહાલ રે;

મામા ડુંગરભાઈ છે, ભાણાના ગાલ લાલ રે,

માજાયા પાંચ ભાઈઓ, વલ્લભ ક્રમ ચાર રે;

સૌથી નાનાં જ ડાહીબા, બંધુ પ્રેમ અપાર રે,


વય વલ્લભની બાળ, મેળવે લાડ-કોડ રે;

ત્રણ ભાઈ પિતા-માતા, ઉછેરે વીર છોડ રે,

લાડ-કોડે ઉછેર્યો છે, બાળ રમતિયાળ રે;

તેજસ્વિતા દિસે ભાલે, ભાલ એનું વિશાળ રે,


પિતાને હેત હૈયે છે, બાળ મહાન થાય રે;

મહેચ્છા એ પિતાજીની, બાળ ભાલે કળાય રે,

માતા સંસ્કાર પૂરે છે, ધર્મજ્ઞાન અપાય રે;

ખૂબ સમજદારીથી એનો ઉછેર થાય રે,


બાળ મોટો થતો જાય, વધતો દિન-રાત રે;

ધીમેથી ડગ માંડે છે, કાલી સૂણાય વાત રે,

બાળને રમવા માટે, રમકડાં અપાર રે;

રમે નૈ બાળ એનાથી, અડે નહિ લગાર રે,


પાટીની લાગણી એને, પેને દોરે લકીર રે;

એવાં લક્ષણ દેખાય, બને વિદ્વાન વીર રે,

ઝડપ ચાલમાં રાખે, બની જાય અધીર રે;

ઊંચો-નીચો થતો એતો, બતાવવા ખમીર રે,

**

સૌ મનમાં વિચારે છે, બાળક શું બની જશે !

બાળના મનમાં શું છે, એ તાગ કોણ કાઢશે ?

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract