કારણનું મારણ
કારણનું મારણ
પ્રેમમાં પડી પસ્તાવાનું કારણ હોય છે,
ઘણાં મૂર્ખ ઉપર તેનું ભારણ હોય છે,
નાગાની પાંચશેરી ભૂંડી, કહ્યું એવું ખૂબ,
એમાં વળી સૌનું સરખું તારણ હોય છે ?
વિચારવું પડે ખાવામાં પશુઓને પણ,
રાખ્યું દરેક જગ્યાએ તેનું મારણ હોય છે,
મીઠાની હડતાલમાં પ્રભુએ દીધી બુદ્ઘિ,
તેથી તો બુદ્ઘિનું ઓછું ઘસારણ હોય છે,
‘સાગર’ નામ છે લક્ષ્મી અનેક કલાઓનાં,
પરંતુ બધીનાં ઘરે કયાં નારણ હોય છે ?