" કે હરિ તમે..."
" કે હરિ તમે..."
કે મને! વરણાગિય કહેડાવો...2
કે હરિ તમે કેમથયા છો વામણા....
ચાર કોટી ઓરડી ને,2
ઊંચા મંદિર મ્હેલ છે…
આભ તણા ખેલૈયા તમે ને,
કેમકરી પુરાણા...
કે હરિ તમે કેમ થયા છો વામણા...
તરસ્યાં- ભૂખાં રોજ મરે છે,2
ઢોર- ઢાંખર માનવાં...
અન્નકૂટે બેઠક જમાવી ને,તોયે!
ભૂખ્યા શામળા....
કે હરિ તમે કેમ થયા છો વામણા....
ચાર રતન ચમકે ઘણાં, 2
ઝાકમઝોળ અજવાળાં છે....
સૂરજના સંગાથી તમે તોય,..
દીપ થઈ ટમકી રહ્યા...
કે હરિ તમે કેમ થયા છો વામણા....
કેવડો, કસ્તૂરી ને,2
કેસર રેલાઈ રહ્યાં..
મન ઉકરડો ઊંચો ડુંગર,
કેમ તમે ભૂલાઈ ગયા..
કે હરિ તમે કેમ થયા છો વામણા....
ચાર-ચાર વાઘા તમે,2
બદલો છો રોજના..
ફાટ્યાં તૂટ્યાં કાપડે,
કેમ તમે સંધાઇ ગયા...
કે હરિ તમે કેમથયા છો વામણા....
ગીતાના ગાનાર તમે,2
અર્જુન સમો આજ કોઈ નથી..
વાતોનાં વમળમાંતમે,
વાદ-વિવાદે ફસાઈ ગયા..
કે હરિ તમે કેમથયા છો વામણા...