ટેરવું પાક્યું છે...!!
ટેરવું પાક્યું છે...!!


દુનિયામાં સહુ કોઈને,
પારકે ભાણે લાડુ મોટો લાગે,
સુખની પાછળ ઘોળદોડમાં,
નીકળે સહુની આગે.
નથી મળતું સુખ મને જ,
ને બીજે દરિયા છલકાતા લાગે,
મૃગજળ જેવું સુખ ભાસતા,
આવ્યા’તા ત્યાં જ જવાનું માંગે.
જાત જાતના દર્દો શોધી,
ઓફીસમાં રોજ રજાઓ માંગે,
કેલેન્ડર સામું જોઈને,
જીવ રોજ નિશાસા નાંખે.
જ્યાં અડે ત્યાં થાય વેદના !
એનો જવાબ બધા માંગે,
પાક્યું છે આંગળીનું ટેરવું,
ને તોય વાંક બીજાનો લાગે.
જેમ સંસારમાં સહુ કોઈને લગ્ન પછી,
બીજાની સ્ત્રી રૂપાળી લાગે,
ભૂરા આપણું પણ એવું જ છે !
જો આ વાત કંઇક કામમાં લાગે.
તમને કદાચ હસવા જેવી,
આ કાવ્ય પંક્તિઓ લાગે,
પણ દરેક જણ આ ટેરવાનુંજ,
સોલ્યુશન માંગે.
બસ હવે આનાથી વધુ નહિ લખાય,
મારાથી, એવું મને લાગે,
કારણકે લખવા માટે પેન પકડેલા,
હાથનું પણ ટેરવું પાકેલું લાગે.