STORYMIRROR

Navneet Marvaniya

Tragedy

4  

Navneet Marvaniya

Tragedy

મોસમ સાથે પણ દગો થયો છે

મોસમ સાથે પણ દગો થયો છે

1 min
396

ભર શિયાળે વરસાદ થયો છે,

લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે.


લીલાછમ ખેતરમાં પાનખર કોઈ પાથરી ગયું,

ખળખળ વહેતું ઝરણું પાસે આવીને જ ફંટાઈ ગયું.


નિરાશાના સમુદ્ર સામે આશા રાખીને કાં ઉભો છે, દોસ્ત ?

અહી નિસ્વાર્થતાના દોરે જોને સ્વાર્થના સગપણો સંધાય છે.


જિંદગી ટૂંકી અને જંજાળ લાંબી કહે છે સહુ કોઈ,

પણ જંજાળની જાળને ઉકેલી, કોઈ જિંદગી માણી શકતું નથી.


અહમને એક તરફ મૂકી કોઈ સારા સમણાં વાગોળી શકતું નથી,

કંચનવર્ણી કાયામાં પણ યુવાની કોઈ થંભાવી શકતું નથી.


આજે માણસ, માણસાઈ છોડીને સ્વાર્થનો સગો થયો છે,

લાગે છે આજે મોસમ સાથે પણ કંઇક આવો જ દગો થયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy