Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Navneet Marvaniya

Inspirational

3  

Navneet Marvaniya

Inspirational

ચાલને આજે રંગ – રંગ રમીએ...!!

ચાલને આજે રંગ – રંગ રમીએ...!!

1 min
504


ગમતાને તો સહુ કોઈ ગુલાલ ચોપડે,

પણ આજે તો અણગમતાને રંગીએ,

ચાલને આજે રંગ - રંગ રમીએ...!


નાનપણમાં જેમ કિટ્ટાના,

બુચ્ચા તરત કરી દેતા હતા,

તેમ આજે પણ રીસાઈ ગયેલા,

ભેરુઓને પ્રેમથી મનાવીએ,

ચાલને આજે રંગ - રંગ રમીએ !


અવીરત વહેતા કાળના પ્રવાહમાં,

કંઈ કેટલીય ગુંચ પડી ગઈ છે,

ચાલને આજે તેને રંગભીના હાથે,

ઉકેલવાનો પ્રયત્ન કરીએ,

ચાલને આજે રંગ - રંગ રમીએ...!


સફળતાની ઘોળદોડમાં ખબર ના રહી,

કે મતભેદ ક્યારે મનભેદ થઇ ગયા,

અબોલાનું કારણ ભૂલી જઈ,

ચાલ તેને સામે ચાલીને ગળે વડગાડીએ,

ચાલને આજે રંગ - રંગ રમીએ !


જાણે બગડેલી બાજી સુલટાવવા જ,

આ અવનવા તહેવારો આવે છે,

હોળીના આ સપરમાં દહાડે ચાલ,

આ વર્ષે અભેદ્તાના રંગે રંગાઈએ,

ચાલને આજે રંગ - રંગ રમીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational