STORYMIRROR

Navneet Marvaniya

Others

4  

Navneet Marvaniya

Others

હું તો છું માત્ર

હું તો છું માત્ર

1 min
434

નથી બનવું મારે કોઈ કવિ કે કલાકાર,

નથી લેવો ઈતિહાસના પાના પર આકાર,


હું તો, મનની મહેફિલમાં

અહંકારના નશે ધૂર્ત બનેલી

બુદ્ધિ બેગમને રીજવવા માટેનો

એક ચિત ચમકારો માત્ર છું.


હું તો, ખુલ્લા અપાર્ચર અને

લો સટર સ્પીડે લીધેલી

અમાસી આકાશમાથી ખરતા

તારાની તસ્વીર માત્ર છું.


હું તો, અફાટ સમંદરમાં

કિનારો શોધતી

હલેસા વિનાની નાવનો

બિન અનુભવી ખલાસી માત્ર છું.


હું તો, કાળની થપાટો સહન કરી

અનેક વાર મરીને

ભગ્ન અહમની રાખમાંથી

ઉભો થયેલ ફીનીક્ષ માત્ર છું.


હું તો, સાતત્યતાની અરણ પર

વાસ્તવિકતાની હથોડીએ

કાળની ભઠ્ઠીમાં ઘડાયેલ

લોહચુંબક માત્ર છું.


હું તો, સત્ય – અસત્યના

પીઠ પાછળ થયેલા ઘા થી

રક્ત રંજીત – જર્જરિત

વસ્ત્ર માત્ર છું.


Rate this content
Log in