આજનો ડીજીટલ માનવી…!!
આજનો ડીજીટલ માનવી…!!


આધુનિકતાથી ભરેલી લાઈફ સાવ ઇઝી છે,
છતાં આજનો ડીજીટલ માનવી બહુ બીઝી છે.
લુપ્ત થયા, અંતર દેશી કવર, ટપાલ ને પરબીડિયા
લોકો થયા ઇ-મેઇલ, વોટ્સએપ ને ફેસબુકીયા.
બચ્યો સમય પેનથી લખીને કાગળ પોસ્ટ કરવામાંથી,
છતાં નવરાશ નથી ગામની પોસ્ટોને ફોરવર્ડ કરવામાંથી.
આધુનિકતાથી ભરેલી લાઈફ સાવ ઇઝી છે,
છતાં આજનો ડીજીટલ માનવી બહુ બીઝી છે.
ખડકા કે તળાવના ઘાટ પર સહેલીઓને મળવાના દિવસો ગયા.
ફટાફટ ધોવાય છે કપડા વોશિંગ મશીનમાં જો બક્કા.
નદી, તળાવ કે કૂવે જઈને કપડાં ધોવાના બચ્યા ધક્કા,
પણ વેડફાય છે સમય સિરિયલોમાં ઘર-ઘર કી કહાની જોવામાં.
આધુનિકતાથી ભરેલી લાઈફ સાવ ઇઝી છે,
છતાં આજનો ડીજીટલ માનવી બહુ બીઝી છે.
અનાજ દળવાની ઘરઘંટી સરળ હપ્તે લાવ્યા ઘેર,
દળાય અનાજ બધું ચપટી વગાડતા, છે ને માતાજીની મેર.
ચકીએ દરણુ દળાવવા જવાના ધક્કા તો બચ્યા,
પણ સમય બગડ્યો પાડોશી સાથે પારકી પંચાતમાં.
આધુનિકતાથી ભરેલી લાઈફ સાવ ઇઝી છે,
છતાં આજનો ડીજીટલ માનવી બહુ બીઝી છે.
ચૂલા અને સગડી સળગાવાની ઝંઝટમાંથી મુક્ત થયા.
ગેસના ચૂલા, ઈંડક્શન કુકર અને ઓવનની પધરામણી થઇ.
દેશી ચુલાવાળું રસોળું આજે આધુનિકતાની ચુંદડી ઓઢીને ઉભું છે.
છતાં પણ આજે હોટલોમાં પીઝા ને ફાસ્ટફૂડના બીલો ચૂકવાય છે.
આધુનિકતાથી ભરેલી લાઈફ સાવ ઇઝી છે,
છતાં આજનો ડીજીટલ માનવી બહુ બીઝી છે.