કવિતા શું છે...?!
કવિતા શું છે...?!


લાગણી જયારે અક્ષર દેહે કાગળ ઉપર ઢળી પડે છે,
કલમતણી શાહીથી ન કહેવાયેલું પણ સમજી શકાય છે,
તે છે કવિતા...!!
કવિનો હૃદય પટારો જ્યાં વાચક સમક્ષ ખુલ્લો મુકાય છે,
કાળની થાપટોના કેટલાયે ઘા તાજા થઇ ત્યાં લખાય છે,
તે છે કવિતા...!!
કંઈ કેટલાએ મનના તરંગોને વટાવ્યા પછી જે શબ્દો ગોઠવાય છે,
ભાષા અને અલંકારોથી પર જ્યાં સંવેદના ઠલવાય છે,
તે છે કવિતા...!!
ખુશી અને ગમના મિશ્રણથી જ્યાં કોઈક સંદેશો જગને અપાય છે,
હર્ષ અને શોકની ઘડીઓ જ્યાં શબ્દોમાં પરોવાય છે,
તે છે કવિતા...!!
ઈતિહાસથી લઈને વર્તમાન સુધીની સફર જ્યાં ખેડાય છે,
ગુલામીથી લઈને સ્વતંત્રતાના સૂરો જ્યાં રેલાય છે,
તે છે કવિતા...!!