STORYMIRROR

Navneet Marvaniya

Abstract

3  

Navneet Marvaniya

Abstract

મહામારી

મહામારી

1 min
280

પશુ-પક્ષીઓ આઝાદ ફરે ને માણસ નામનું પ્રાણી પાંજરે પૂરાયું છે,

માઇક્રોસ્કોપમાં દેખાય તેવા જીવને લીધે આજ આખું વિશ્વ ફસાયું છે.


કોઈ એક દેશની ભૂલ છે તે બહાનું છે સાવ વાહિયાત,

દરેક માણસને પોતાના ગુનાનો દંડ મળે છે ફરજીયાત.


જાત-જાતના વિચારોની વચ્ચે બુદ્ધિ ખોળે ન્યાય,

નથી થયો કુદરતની કોર્ટમાં હજુ ક્યારેય અન્યાય.


એક દિવસ ધમધમતા રસ્તાઓ બન્યા અચાનક સુમસામ,

કંઈ જ કરવા સક્ષમ નથી માનવી, છતાં કરે છે અભિમાન.


કંઈ કેટલીય હાડમારી જોઈ પણ આ મહામારી સાવ નવી છે,

જનતા સાવ નવરી બેઠી, લાગે છે ઘરે ઘરે એક કવિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract