STORYMIRROR

Navneet Marvaniya

Abstract

4  

Navneet Marvaniya

Abstract

જોડી

જોડી

1 min
0

ચપ્પલની જોડીથી શરૂ થતું આ જીવન,
ધીમે ધીમે કેટલી જોડીઓનો સહારો લેતું જાય છે…

કપડાંમાં પેન્ટ-શર્ટની જોડી,
ચા સાથે બિસ્કીટની જોડી,
પાણી સાથે પૂરીની જોડી,
અને થેપલા સાથે સુકી ભાજીની જોડી…

ડુંગળી-બટાટા પણ બજારમાં સાથે જ દેખાય,
કેરીનો રસ પૂરી વગર અધૂરો લાગે,
મોબાઈલને ચાર્જર જોઈએ,
સાયકલને પંપની જરૂર પડે…

શેઠ અને નોકર,
કરન અને અર્જુન,
રાધા અને કૃષ્ણ…
દરેક સંબંધ કોઈ ને કોઈ રીતે
એકબીજાની હાજરીથી જ પૂર્ણ બને છે.

જગતમાં ક્યાંય જોડીનો તોટો નથી,
“હું સાવ એકલો છું”
એ તો મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે.

કોઈ મિત્ર બનીને મળે,
કોઈ સાથી બનીને,
કોઈ યાદ બનીને,
તો કોઈ ઘા બનીને…
પણ દરેક કોઈ
આપણી અંદર કંઈક જોડીને જ જાય છે.

અને માણસ…
એ તો અજબ પ્રાણી !
બીજાથી મોટો દેખાવા
કમ્પેરિઝનના કાચમાં પોતાને જોતો રહે છે,
ગમે તે બાજુ નમે —
સ્વાર્થમાં તો પિત્તળના લોટા જેવો ચમકે છે.

પણ સાચી જોડી ત્યાં બને છે,
જ્યાં સરખામણી નથી હોતી,
જ્યાં લાભ નથી હોતો,
જ્યાં માત્ર સાથ હોય છે…

કારણ કે
આ દુનિયા એકલાઓથી નહીં,
જોડીઓથી સુંદર લાગે છે.



Rate this content
Log in

Similar gujarati poem from Abstract