કળા
કળા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ભાતભાતના રંગો પૂરતી સપ્તરંગી કળા,
વાણીમાં વિવેકની છે મીઠાશભરી કળા,
માનવીય ગુણોથી જનમતી માણસાઈની કળા,
આદેશનું પાલન કરવાની શિસ્તની છે કળા,
લાગણીસભર વ્યવહારમાં સમજણની કળા,
સાચી મોટપ પામવા નમતા રહેવાની કળા,
પ્રભુભક્તિમાં રસબસ થવાની આધ્યાત્મિક કળા,
સંબંધો સાચવી રાખવા જતું કરવાની કળા,
અસફળતાને બાજુમાં રાખી પુરુષાર્થની કળા,
ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાની મદદની કળા,
દેખાદેખી ને અવગણી સાદગીની છે કળા,
શબ્દોમાંથી મહેકતી "પ્રણવની કલમની" કળા.