ઠેસ
ઠેસ


તીર જેવા શબ્દોથી હૃદયને પહોંચતી ઠેસ,
અંતર વધવાના રસ્તા પર સંબંધોની ઠેસ,
અવગુણ જોવાની વૃત્તિમાં સદ્દગુણોની ઠેસ,
માત્ર ભૂલો કાઢવાની ભૂલમાં દૃષ્ટિને ઠેસ,
બાહ્યજગતને અનુસરતા આંતરશુદ્ધિને ઠેસ,
સંસાર જાળમાં ફસાયેલા લોકને શાંતિની ઠેસ,
પારિવારિક પ્રશ્નોના સમાધાનમાં સમજણની ઠેસ,
શુદ્ધતાની ચકાસણી કરતા વિશ્વાસને પહોંચતી ઠેસ,
સાચી સલાહને અનુસરવા ખોટી આવડતની ઠેસ,
"પ્રણવની કલમે" અક્ષરોએ પહેર્યો કલમનો ખેસ.