કિનારો
કિનારો


દુર્લભ માનવજીવનનો છે અંતિમ કિનારો,
વૃધ્ધપણાથી પૂરો થતો છે અંતિમ કિનારો,
માણસાઈને પહોંચી વળવાનો છે કિનારો,
સત્યના પથ પર ચાલી મંઝિલ સુધીનો કિનારો,
પુરૂષાર્થના સંબંધે ભાગ્ય ઘડવાનો છે કિનારો,
વિશ્વાસના વહાણે બંધાઈ તરી જઈ પહોંચવા કિનારો,
મૂર્ખતા ને છોડી સચ્ચાઈ શોભાડવાનો છે કિનારો,
સાદગી ભર્યા ઘડતરને આવકારતો છે કિનારો,
શુદ્ધ અંતરમન તો દૂરથી દેખાઈ સાફ કિનારો,
"પ્રણવની કલમે" અક્ષરોને કલમનો કિનારો.