પંચાત
પંચાત


અજાણ્યા બનીને કરી રહ્યા છે પારકી પંચાત,
સદ્દઉપયોગના સમયમાં થઈ રહી ખોટી પંચાત,
મિત્રવર્તુળમાં ચર્ચાઓ દ્વારા મફતની પંચાત,
દિલની સાંભળ્યા વગર મુકાબલાની પંચાત,
અધુરી વાતોને સાચી બનાવી ગપ્પાની પંચાત,
આકાશને આંબવા કરતા ધ્યેય વગરની પંચાત,
ઈર્ષાથી ભરેલા સંબંધોમાં વિશ્વાસની પંચાત,
શૂન્યથી સર્જનના પથ પર જુઠ્ઠી વામણી પંચાત,
અવસર અણમોલ બનાવવા દેખાદેખીની પંચાત,
"પ્રણવની કલમે" અક્ષરોને નથી એકબીજાની પંચાત.