શોધખોળ
શોધખોળ

1 min

154
ચારિત્ર્યની થઈ રહી છે આ શોધખોળ,
માણસ માણસની કરી રહ્યો છે શોધખોળ,
વિશ્વાસની સાથે વિવેકની છે આ શોધખોળ,
ભાગદોડથી છલકાતા જીવનને શાંતિની શોધખોળ,
કઠોર વર્તનમાં થઈ રહી સરળતાની શોધખોળ,
વિચારોમાં પણ થઈ રહી છે સદ્દવિચારની શોધખોળ,
માનરૂપી દરિયામાં ડૂબેલી નમ્રતાની શોધખોળ,
આકાંક્ષાઓના વર્તુળમાં આશારૂપી કિરણની શોધખોળ,
આચરણને શુદ્ધ બનાવતા આચારની શોધખોળ,
"પ્રણવની કલમે" શબ્દોને કલમની શોધખોળ.