વાત્સલ્ય
વાત્સલ્ય


અવિરત પ્રેમ વરસાવતું માતૃસમ વાત્સલ્ય,
લીલીછમ્મ ધરતીને મળ્યું કુદરતનું વાત્સલ્ય,
માણસાઈથી વહેતું માનવતાનું આ વાત્સલ્ય,
પરિવારના સંપથી રચાતું એકતાનું વાત્સલ્ય,
આદર્શ શિષ્યના ઘડતરમાં ગુરૂનું વાત્સલ્ય,
શિશુના હાસ્યથી મહેકતું નિર્દોષ વાત્સલ્ય,
લાગણીસભર વ્યવહારમાં ભાઈચારાનું વાત્સલ્ય,
મદદરૂપી રાજીપો મેળવતા આશીર્વાદનું વાત્સલ્ય,
દિશા બતાવી ધ્યેય સ્પષ્ટ કરતા પિતાનું વાત્સલ્ય,
"પ્રણવની કલમે" અક્ષરોને સદાય કલમનું વાત્સલ્ય.