તે શિક્ષક કહેવાય
તે શિક્ષક કહેવાય
વિદ્યાર્થી વ્હાલા જેમને તે શિક્ષક કહેવાય !
સદાય શાંતિ જાળવે તે શિક્ષક કહેવાય !
નિષ્ઠાથી કામ કરી, વિશ્વાસ સહુનો જીતતો;
સમાજને સાચો રાહ ચીંધતો તે શિક્ષક કહેવાય !
તકલીફ વેઠે ખુદ, અન્યને ન રંજાડતો;
હિંમત કદી ન હારતો તે શિક્ષક કહેવાય !
ન્યાયને ખાતર લડતો, પીછેહટ કદી ન કરતો;
વિદ્યાર્થી હિતને અગ્રીમતા આપતો તે શિક્ષક કહેવાય !
વિવેકનું વાવેતર કરતો, સંસ્કારોનું સિંચન કરતો;
જ્ઞાનસુધા અવિરત પાતો તે શિક્ષક કહેવાય !
બની કુંભાર કાચી માટીના પીંડને આકાર આપતો;
બાળકના જીવનનું ઘડતર કરતો તે શિક્ષક કહેવાય !