મા
મા


ન આપી શકાય કોઈ ઉપમા તે છે મા !
જે હર સીમાથી પરે છે તે મા !
અમૂલ્ય, અમાપ અને અપાર;
પ્રેમની વર્ષા વરસાવે છે મા !
ઉનાળે તપે સૂર્ય આકાશે ત્યારે;
મીઠી વીરડી શી શીતળ છે મા !
શિયાળે હાડ થીજવતી ઠંડીમાં;
હૂંફભર્યો હેતાળ હાથ પસવારે મા !
રાજકુમારી ને પરીઓની વાર્તા કહી;
પોતે જાગીને હૈયે ચાંપી સૂવડાવે મા !
ચહેરા પર હાસ્ય ને ભીતરે છૂપાવે દર્દ;
વિશ્વ રંગમંચની શ્રેષ્ઠ કલાકાર છે મા !
જોડ તારી ના જડે આ સૃષ્ટિમાં !
અદ્વિતીય, અજોડ છે તું આ સંસારે મા !
ખૂટી પડે શબ્દકોશના શબ્દો સઘળાં;
વર્ણન શું કરું હું તારું ? અવર્ણનીય તું છે મા !
મમતાનો અખૂટ ભંડાર છે તું;
અવર્ણનીય છે મમતા તારી મા !