ચુંબકીય મન
ચુંબકીય મન


નીર જેવું નિર્મળ અને પારદર્શક,
મર્કટ જેવું ચંચળ અને હઠીલું;
અગાધ શક્તિનો ભંડાર, આપણું માનવીય મન !
જાગતું તન રાહી
અને
જાગતું મન રાહબર બને
અર્ધજાગ્રત મનમાં વાવીએ વિચાર ઊંડાણમાં,
કરવા સપના સાકાર
મંઝિલ ભણી દોડે
ઈચ્છીએ તે ખેંચી લાવે, ચુંબકીય મન !
બીજ વાવીએ નકારાત્મકતાના
દુઃખ, દર્દ ને વેદના ભરપૂર લાવે !
રાખીએ વિચારો હકારાત્મક
તો
પ્રેમ, લાગણી અને સ્નેહને આકર્ષે !
બંધન અને મુક્તિનું કારણ છે આ
અશ્વ જેમ દોડતું મન !
વાળીએ જો સદ્માર્ગે
તો
આવાગમનના ફેરામાંથી મુક્તિ અપાવે આ મન !