સમય શીખવે છે
સમય શીખવે છે
અહીં જાગવાનું સમય શીખવે છે,
પછી ઊંઘવાનું સમય શીખવે છે,
ત્યજી રાગદ્વેષો ભરી પ્રેમ હૃદયે;
ફરી જીવવાનું સમય શીખવે છે,
મળ્યો ઘાવ સંબંધમાં ના રુઝે તો;
ઝખમ ભૂલવાનું સમય શીખવે છે,
મળી પળ હતી જે કો' સારી એને;
ભીતર રાખવાનું સમય શીખવે છે,
લડે એકબીજા ઉપર ફેંકી પથ્થર;
છતાં પૂજવાનું સમય શીખવે છે,
ફસાઈ જો સાગર મહીં કો' વમળમાં;
કદી ડૂબવાનું સમય શીખવે છે,
અજ્ઞાને તમસમાં ડૂબે આત્મ, જ્ઞાન;
દીપે ઉગરવાનું સમય શીખવે છે.