દીકરી
દીકરી


કસબી હાથે ઘડીને તે દીકરી કરામત કરી !
કેમ આપી પ્રભુ તે પારકી અમાનત કરી ?
કેમ કરીશ વિદાય મારા કાળજાના કટકાને ?
સાચવશે કોણ ? લાડ-પ્રેમથી હિફાજત કરી !
સાવ સૂનું-સૂનું થાશે ઘર ઝાંઝરના ઝણકાર વિના ;
સ્નેહના લેપથી તૂટ્યું હૈયું સાંધશે કોણ મરામત કરી ?
ઉછળતી ને કૂદતી હંમેશા ઝરણાં માફક વહેતી;
યાદ આવશે સઘળી બાળપણમાં જે શરારત કરી !
ઢીંગલીની માયા મૂકી, માત-પિતા સખીઓને રડતાં;
જિદ્દ ને શરારત છોડી ચાલી સૌને અનાયત કરી !