સ્નેહનું કવચ
સ્નેહનું કવચ


વ્હાલી બેની બાંધતી ભાઈના હાથે રાખડી,
ભાઈ વિણ કો' ઝૂરતી બેનીની ચૂવે આંખડી !
તાંતણો કાચા સૂતરનો સ્નેહનું છે એ કવચ;
ભાઈ દીર્ઘાયુ બને એવી તો રાખે આખડી !
કંકુ અક્ષતથી તિલક એ ભાઈના ભાલે કરી;
આરતી ઊતારી, એ પ્રાર્થે પ્રભુને હર ઘડી !
ભેટ એ અણમોલ છે જે લાગણીથી આપતાં;
વીરપસલી ભાઈ આપે ફૂલ હો કે પાંખડી,
થઈ એ મોટાં એકબીજા મૂખ જોવા ઝંખતા; નાનપણમાં એ જ પડતાં વાતવાતે બાખડી !
હેતથી ઓવારણાં લે બેનડી ભાઈ તણાં;
ને પહેરાવે શુભેચ્છાને બનાવી ચાખડી.