STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

અવર્ણનીય

અવર્ણનીય

1 min
380

ઘણી બધી ચીજો છે અવર્ણનીય, માનવી પડે છે યાર

કુદરતની ખુબીઓ સામે, કલમ પણ હેઠા મૂકી દે છે હથિયાર,


છે કોની હેસીયત કે મા ના પ્રેમને આપી શકે વાચા ?

મા ના પ્યાર સામે તો ભગવાન પણ થાય છે લાચાર,


બ્રહ્માંડની વિશાળતા સામે તો બધા શબ્દો પડે વામણા

અતાગ બ્રહ્માંડ ને વર્ણનમાં કેમ કરી શકાય પુરવાર ?


ક્યાંથી આવ્યા ? ક્યાં જશું ? અજબ ગજબ છે દુનિયા

દુનિયાની માયા ને કેમ સમાવવી વર્ણનમાં, શબ્દો સ્વીકારે હાર,


અવર્ણનીયનું વર્ણન તો કેમેય કરીને શક્ય નથી શબ્દોમાં

ગાગરમાં સાગર સમાવીને થોડો સમજાવી શકાય સાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract