સમયને સમજી લે
સમયને સમજી લે
સમયને સમજીને, તું સમયનું મૂલ્ય જાણી લે !
કરી સદુપયોગ સમયનો, તું સમયને માણી લે !
રહેતો ના હંમેશા સરખો, એ જ તો સમસ્યા છે;
રેત માફક સરી જાય, એ પહેલાં તું નાણી લે !
ના મરણ છે એનું, ના લીધો જન્મ ક્યાંય એણે;
ગયાં પછી પાછો ન ફરે, આવી તક તું ઝડપી લે !
ગત સમયને ભૂલી જા, ભવિષ્યની છોડ ચિંતા;
આજની પળને આજમાં, તું જીવતાં શીખી લે !
સમય સાથે તાલ મેળવી, તું હરપળ ચાલતો જા !
બદલાતાં સમય સાથે, ખુદને તું બદલાવી લે !
છે સમય બળવાન ના બળવાન થયું કોઈ સમયથી ;
ખૂબ દોડ્યો ધન માટે, હવે તો જીવતર જીવી લે !
ક્યાં ઓળખી શકાય છે ચ્હેરા પાછળનાં ચ્હેરાને ?
સમય દેખાડી જાય જે, એ સમય સાથે સમજી લે !