માનવતાનો રંગ
માનવતાનો રંગ


વગડાએ ધર્યો છે લીલુડો રંગ !
જોને પ્રકૃતિ સંગ ઊડે શબ્દ રંગ !
હોળી આવી ધેરૈયા સૌ ગાઈએ;
શબ્દોમાં ભરીને કેસૂડાનો રંગ !
રાગ-દ્વેષ, કૂડ-કપટને ત્યજી,
ભરીએ ભીતરે માનવતાનો રંગ !
મનમાં ઊઠતા કામ, ક્રોધ, લોભને
હોમીએ ધાણી, દાળિયા ખજૂરને સંગ !
રહીએ હળીમળી સૌ વેરભાવ ભૂલી;
ભરીએ પ્રેમમાં ઝબોળી પિચકારીમાં રંગ !
લાવી ધુળેટી આનંદ સંગ ઉલ્લાસ,
ઊડે અબીલ ગુલાલ ને કેસૂડાના રંગ !
થઈએ તરબોળ ખુશીઓની છોળોથી;
રેલાવી સ્મિત વહાવીએ હાસ્ય રંગ !