Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Inspirational Others Abstract

3  

Smita Dhruv

Inspirational Others Abstract

થોડા થોભી જઈએ !

થોડા થોભી જઈએ !

1 min
469


જીવનના ચક્રવ્યૂહમાં

ઉપર ને નીચે, આગળ ને પાછળ,

અંદર ને બહાર, સતત ..

લપાતા, છુપાતા, હરખાતા, દુઃખાતા,

રસ્તા પર કોઈને પૂછ્યા વિના સરકતા,

આપણે સૌ !


દૂર દીવાદાંડીના પ્રકાશમાં,

અજવાળતાં-અંધારતાં, દેખાતાં-ખોવાતાં,

આગળ ને આગળ, કશાકની શોધમાં,

ભટકતાં - રખડતાં, નિઃસાસાને ફેંકતાં,

પેલે પાર પહોંચવાનાં મદમાં

આપણે સૌ !


આજને ઠુકરાવતાં, કોસતાં, ગુમાવતાં,

અગમને નિગમના પર્દાફાર્શમાં,

આતમના ઓલિયાને ન સાંભળતાં,

તેજોમય તોતિંગ સૃષ્ટિનાં પટાંગણમાં,

ચાલને થોડા થોભી જઈએ,

ને એક વૃક્ષ આજે રોપી લઈએ !





Rate this content
Log in

Similar gujarati poem from Inspirational