ચા પીતાં પીતાં
ચા પીતાં પીતાં


ચા પીતાં પીતાં અમે બેઠાં'તાં સૌ,
ને ચા પીતાં પીતાં પેલી વાત યાદ આવી.
ચા પીતાં પીતાં તેણે માર્યો'તો ધબ્બો,
ને ચા પીતાં પીતાં જીવ્યું ફરી બાળપણ
ચા પીતાં પીતાં બા-દાદા યાદ આવ્યા,
ને ચા પીતાં પીતાં તેમની આપેલી સલાહ.
ચા પીતાં પીતાં લીધાં કેટલાંય નિર્ણયો,
ને ચા પીતાં પીતાં પાડી'તી હા, ઓ સાજન !
ચા પીતાં પીતાં પછી છોડ્યું'તું ગામ,
ને ચા પીતાં પીતાં વસાવ્યું દૂર જીવન !
ચા પીતાં પીતાં રોજ આવે છે સવાર,
ને ચા પીતાં પીતાં જિંદગી છે ખુશહાલ !