મહામારી
મહામારી

1 min

401
સૃષ્ટિ આજે આંસુ સારતી,
પરમ વિનાશને રહી જોતી,
નામશેષ થતા માનવ ,
આંખનાં પલકારામાં !
ભરચક છે હોસ્પિટલો,
શબઘરો મૃતદેહોથી,
કેવી કરી ક્રૂર મજાક
એક જીવાણુંએ મનુષ્યની !
શેનાં છે આ આંકડા ?
માંદગી ને મોતનાં ?
વંદન છે સિદ્ધાર્થને,
ગૌતમ બુદ્ધને ,
અનુભવી વેદના જેણે,
સદીઓ પહેલાં સર્વે ,
તે અનુભવી રહી,
માનવજાત આજે !