ગમે કે ન ગમે !
ગમે કે ન ગમે !


નિસર્યા વિલાયત આશ ભરી,
અનુભવે વાત સઘળી ફરી,
તે જ ક્ષણે પોતે કર્યું નક્કી,
સહન ક્યારેય આ થશે નહિ.. કોઈને ગમે કે ન ગમે !
ફેંકાયા ટ્રેનનાં ડબ્બામાંથી,
સહી અવહેલના અતિ ભારી,
જાગ્યો ત્યાં આતમ તેમનો,
જંપીશ હું લઈને બદલો.. તેમને ગમે કે ન ગમે !
કર્યો બળવો પરદેશમાંહ્ય,
ને પરત આવ્યા દેશમાંહ્ય,
ધીમા અને મક્કમ સ્વરે,
જગાડ્યા સૌ ભારતીયોને...તેમને ગમે કે ન ગમે !
ખૂંદી વળ્યાં ત્યાં દેશ આખો,
જોઈ ગરીબીને ખોલી આંખો,
ગોખલેની શિખામણ સાંભળી,
બાપુ પોતડી ધારણ કરે..કોઈને ગમે કે ન ગમે !
ધીમે-ધીમે લગાડી આંચ,
લોકહૃદયમાં જગાડી આગ,
દેશ હેરાન હવે ન થાય,
જેલ ભેગા ભલે થવાય..સૌને ગમે કે ન ગમે !
અનશન પર ઉતરી ફરી,
નોઆખલીનાં રમખાણ પછી,
નેતાઓએ સમજાવટ કરી,
ભાગલા ભારતનાં જ્યાં પડે...સૌને ગમે કે ન ગમે !
સશસ્ત્ર ક્રાંતિવીરોની વાતો,
ક્યારેય માન્યા નહિ વિવાદો,
ફાંસી ચઢ્યા એ સૌ જુવાનો,
અહિંસા ને સત્યાગ્રહ ફળે..તેમને ગમે કે ન ગમે !