STORYMIRROR

Smita Dhruv

Abstract Others

4  

Smita Dhruv

Abstract Others

જન્મદિવસ

જન્મદિવસ

1 min
24.5K


ખુશનુમા છે આ દિવસ અજબ,

વર્ષ એક ઘટ્યું કે જોડાયું,

તે સમજાણું નહિ !


ત્રણસો ચોસઠ દિવસે આવે તો યે,

માંગે છે હિસાબ વર્ષોનો,

તે સમજાણું નહિ !


સપ્તરંગી મેઘધનુષી યાદો વચ્ચે,

શાને કરે તે ડોકિયું ફરી

તે સમજાણું નહિ !


વહેતી નદીની ધારા સમ જીવન,

શું અર્થઘટન માંગે ઈશ્વર,

તે સમજાણું નહિ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract