કરફ્યુ !
કરફ્યુ !


બાપ રે બાપ ! આ કરફ્યુ તે કેવો લાગે ?
ઘરમાં પૂરાઈ રહે સૌ અને કંટાળે !
કસરત માટે જગાડવા દીકરી આવે,
મમ્મી કહે, 'ઉંહું' ને પપ્પા કહે 'સૂવા દે'.
ઉપરથી ભાઈને બગાસાં આવે..બાપ રે બાપ !
મમ્મી કહે 'રસોડામાં મને મદદ કરજો' ,
પપ્પા કહે 'હા' ને બેબી કહે 'અફ કોર્સ ' !
પણ ટાંકણે બધાંને કામ યાદ આવે..બાપ રે બાપ !
આવી&nb
sp;વાતોમાં ભાઇ સાવ નકામો,
પડી રહે આખો દિ' ન હલાવે વાંસો,
ઘરની સફાઈનું કોણ ધ્યાન રાખે ?..બાપ રે બાપ !
ઘડીઓથી માંડીને દિવસો ગણાય છે,
કરફ્યુ પૂરો થાય તેની રાહ જોવાય છે
ટી.વી., છાપાં, મોબાઇલ જોવાય છે..બાપ રે બાપ !
પપ્પા, મમ્મી, અને બાળકો દ્વારા,
બેસીને પ્રભુને અરજી લખાય છે ,
જલદી અવતરો, સૃષ્ટિ હેરાન થાય છે..બાપ રે બાપ !