Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Tragedy Others Drama

4  

Smita Dhruv

Tragedy Others Drama

વફાદારી વેચાતી જોઇ !

વફાદારી વેચાતી જોઇ !

1 min
62


રૂપિયાનો તોર કૈંક જુદો હતો,

નોકર અદબ વાળી ઉભો હતો,

એકની લાચારી, બીજાની ખુમારી,

ત્યાં મેં વફાદારી વેચાતી જોઈ !


ચાળીસ વર્ષોથી હતો જવાબદાર,

સાચવીને રાખેલી તેણે જાયદાદ,

સરેઆમ તેની ઠેકડી થતી જોઈ,

અને વફાદારી વેચાતી જોઈ !


"કેટલાક લઈશ તું, આંકડો તો પાડ,

પાંચ કે દશ લાખ કે તેની પાર,

મુંઝવણ ગરીબના ચહેરામાં જોઈ,

ખરી વફાદારી વેચાતી જોઈ !


સાહેબ, જિંદગી આખી મેં આપી,

બોલ્યો વફાદાર શરમથી હારી ,

નજરું થઈ ગઈ ત્યાં તો ભારી,

એમાં વફાદારી વેચાતી જોઈ !


જમીનદાર હાથ પછાડીને હસતો, 

"લે આ તું પેન મારી" બોલતો,

રાખજે પાસે, ને કરી આપ સહી,

તેવામાં વફાદારી વેચાતી જોઈ !


 "ના બાપા, પૈસા ન ખપે મને, 

લઈ લ્યો આમ જ હવેલી તમે,

 મારો હક કરું છું જતો હવે," 

આમ વફાદારી વેચાતી જોઈ !


નફ્ફટ જમીનદાર લુચ્ચું હસીને,

થાબડી પીઠ જે સ્પર્શ ન ગમે,

"શાબાશ, આ તો જીત છે તારી"

લાચાર વફાદારી વેચાતી જોઈ !


"ગમે તેમ તો યે મેં કરી'તી નોકરી, 

માલિક રહ્યા નહિ કે વરાસદારી,

ફરજ મારી મેં સમજી નિભાવી"

કહીને વફાદારી વેચાતી જોઈ !        


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy