દિલ દાંપત્ત્ય ને દગો
દિલ દાંપત્ત્ય ને દગો


સઘળી લીલાઓ સંકેલી લઈએ ઝઘડવાની...
ચાલ ફરી આપણે રમત રમીએ ઘર ઘરતાની...
તું રાતરાણીને હું તાજો મોગરો બની જઈએ...
ડુંગરીના સાત પડ પેઠે ચાલ સાત ફેરા તોડી લઈએ...
વિત્યું તે વિત્યું જાણી વિસરાવી દઈએ કાલને...
ફરી મીંઢળ બાંધી માંડવા સમો શણગારીએ આજને...
દિલ દાંપત્ત્ય ને દગો;નથી થ્યો કોઈનો સગો...
ચાલ દોસ્તીનો તાર ગૂંથી ભૂલી જઈએ જીંદગીનો દગો...
એક વાત કઉં જાનું..સંબંધ સગપણના સમીકરણો છે અમૂલ્ય...
હજુએ માંડવે યુગલો વેચાય છે નિર્મૂલ્ય...
ઉપરવાળાની જોડી કહી તાંતણા ગૂંથે છે સ્વાર્થના...
આ વડીલો નથી રહ્યા હવે કોઈ પરમાર્થના...
સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી...
પણ આ આડંબરથી તું મારા જીવનમાં ક્યાં ક્યાં નથી રમી...
"આશુ" કહું કે કહું અશ્રુ;સર્વે રૂપ છે એકજ પીંડના જાયા...
વરસ્યા તે પછતાયા ને, રહ્યા કોરા તે એમજ મુરઝાયા...