વાચક-ચાહક
વાચક-ચાહક


સાચવજો તમારો જીવ,
તમે છો મારા સારા વાચક
હું નથી કોઈ મોટો કવિ,
બસ હું તો છું તમારો ચાહક
શું લખું કે ન લખું, તેનું હવે મને નથી રહ્યું કઈ મહત્વ
બસ એજ ચાહું કે હું રહું ને રહે માનવનું અસ્તિત્વ,
જીવશું તો ક્યારેક થઈ શકશે ઓચિંતીએ મુલાકાત
બસ ઘરમાં રહી, સૌને પણ રાખો કોરોનાથી બાકાત,
આશુ હશે કે હશે મુખ પર તારા હસી,તોય શું ફરક
કોઈનેજ તે નહીં રાખ્યું હોય તો,શું કરે જીવતું નરક.