સૂમસામ રસ્તા
સૂમસામ રસ્તા


આજ બહુ ડર રાખીને મુસાફરી કરી
બહુ પૂછપરછ બાદ ગાડી રવાના કરી,
સાવ સૂમસામ રસ્તા જોઈ આંખ રડી
છેવટે તો માનવની પ્રગતિ જ બધે નડી,
લે તને શું મળ્યું મંગળની ભૂમિને બાંટી
તારી આશા નડીને તારીજ હામ તૂટી,
શું તું હજુએ નહીં સૂધરે તે આમ ફરે
પૂછ રસ્તા તારા વિણ કેટલા ખુશ ફરે,
છોડ અહંમ ને લે મારી નાખ તારો વટ
આશુ પણ હવે તો તને નહીં વરસે ઝટ.