વીસ દહાડા
વીસ દહાડા


વીતી ગયા વીસ દહાડા ઘણું વિતાવીને
લઈ ગયો શ્વાસ કોરોના ઘણું રિબાવીને,
ક્યાં કોઈ કોઈને મળી શક્યું છેલ્લી વેળા
પારકા અશુભ કહી ગયા તેને દફનાવીને,
વિચારું કે હવે ખુલ્લો શ્વાસ લઈ શકીશને
કે,કાલ આપશે સમાચાર કંઈક તડપાવીને,
પુરાયો છું કે પૂર્યો છે ન સમજાય આ વેળા
હે માનવ શુ મળ્યું તને ખુદજને બંધાવીને,
આશુ વહેશે કે વહેશે સમંદરના લીલા નીર
કોણ ઓળખી શકશે દોડી આવતી પળોને.