ખુદને પિંજરમાં બંધ કર
ખુદને પિંજરમાં બંધ કર
આજ પડી ભાંગ્યું છે આખુય જગ
બસ મારો દેશ જ લડે છે ખરો જંગ,
સત્તાનો નશો સૌનો ચકનાચૂર થયો
ભારત સામે સૌનો હાથ લાંબો થયો,
મિટાવી દે કુદરત તે જરાય શક નહીં
વટ છોડીને પ્રભુ ભજવું ભૂલવું નહીં,
હે મનખ તેજ આ કાળો કેર કર્યો છે
પશુ-પંખી મારી ઈશ્વરથી વેર કર્યો છે,
ચેતીજા ને બંધ કર તું ખુદને પિંજરમાં
'આંસુ' એ કોઈ નહીં લૂછે આ મલકમાં.